આ ભાઈએ રેલવેની ચોરાયેલી ચાદરમાંથી બનેલો કુરતો પહેર્યો છે?

22 July, 2026 01:17 PM IST  |  Chhatarpur | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશમાં એક વ્યક્તિનો સફેદ કુર્તો ભારતીય રેલવેની બેડશીટમાંથી બનાવ્યો હોવાનું સોશિયલ મીડિયા પર દાવો થયો છે. વિડિયો વાયરલ થતાં લોકોમાં ચર્ચા જામી છે, જોકે આ દાવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ ભાઈએ રેલવેની ચોરાયેલી ચાદરમાંથી બનેલો કુરતો પહેર્યો છે?

થોડા દિવસ પહેલાં એક ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું હતું કે લાંબા અંતરની ટ્રેનોમાં ઍર-કન્ડિશન્ડ કોચમાં અપાતા બેડરોલ્સ ઘણા મુસાફરો ઘરભેગા કરી લે છે. એવું કરનારા લોકોને સમજાતું નથી કે તેમના આ કૃત્યને કારણે રેલવે-કોચના સ્ટાફના પગારમાંથી એની કિંમત વસૂલવામાં આવે છે. આ સમાચારની વચ્ચે મધ્ય પ્રદેશના છત્તરપુરના ગૌરીહર માર્કેટમાં એક સફેદ કુરતો પહેરેલો માણસ વાઇરલ થઈ ગયો છે. આ માણસનો વિડિયો પોસ્ટ કરનાર રણજિત સિંહ નામના ભાઈએ સવાલ ઉઠાવ્યો છે કે આ કાકાએ પહેરેલો વાઇટ કુરતો ભારતીય રેલવેમાં મળતી બેડશીટના ફૅબ્રિકમાંથી સીવવામાં આવ્યો હોય એવું લાગે છે. તે કહે છે, ‘આ જુઓ ગૌરીહરના માર્કેટમાં કાકાને. વેસ્ટર્ન રેલવેના કુરતાને પહેરીને એકદમ મજાથી ફરે છે.’ખરેખર આ કુરતો રેલવેની બેડશીટમાંથી જ બન્યો છે કે કેમ એની કોઈ પુષ્ટિ નથી થઈ.

madhya pradesh bhopal indian railways news offbeat news hatke news