જુનિયરે ૮.૩૭ વાગ્યે મેસેજ કર્યો, ‘કમર બહુ દુખે છે, રજા જોઈએ છે’ અને એ પછી...

16 September, 2025 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુનિયરે ૮.૩૭ વાગ્યે મેસેજ કર્યો, ‘કમર બહુ દુખે છે, રજાજોઈએ છે’ અને એ પછી ૧૦ જ મિનિટમાં તેનું મૃત્યુ થઈ ગયું

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા પર એક મૅનેજરે પોતાના શંકર નામના જુનિયર કર્મચારીના અચાનક મૃત્યુથી પોતે કેટલો હલબલી ગયો છે એ ઘટના શૅર કરી હતી. આ ઘટના મૅનેજરે @BanCheneProduct અકાઉન્ટ પરથી પોસ્ટ કરી છે. એમાં લખ્યું હતું... મારા શંકર નામના એક કલીગે સવારે ૮.૩૭ વાગ્યે મને મેસેજ કર્યો, ‘સર, કમરમાં ખૂબ દુખતું હોવાથી હું આજે આવી શકું એમ નથી તો મારી રજા મંજૂર કરો.’ રજાની આવી રિક્વેસ્ટ ઘણા પાસેથી મળતી હોય છે એટલે મેં એમ જ લખી નાખ્યું કે ‘ભલે, રેસ્ટ કરજે.’ મારો દિવસ નૉર્મલી ચાલી રહ્યો હતો અને ૧૧ વાગ્યે મને ફોન આવ્યો જેમાં ખબર પડી કે શંકર મૃત્યુ પામ્યો છે. મને માન્યામાં નહોતું આવતું. તે મારી ટીમમાં છ વર્ષથી હતો. જસ્ટ ૪૦ વર્ષની ઉંમર, હેલ્ધી અને ફિટ. લગ્ન કરીને એક બાળક સાથે સુખી હતો. સ્મોકિંગની કોઈ આદત નહીં, દારૂ તો ચાખ્યો પણ નહોતો. તેને કાર્ડિઍક અરેસ્ટ આવ્યો હતો. મને ૮.૩૭ વાગ્યે મેસેજ કર્યો અને ૮.૪૭ વાગ્યે તેણે છેલ્લા શ્વાસ લીધેલા. જીવન કેટલું અનપ્રિડિક્ટેબલ છે? 

offbeat news social media social networking site national news news