કપડાં સ્ટ્રેચેબલ છે અને ફાટતાં નથી એવું બતાવવા માટે જપાનના શોરૂમમાં સ્ટન્ટ કરતાં મૅનિકિન મૂકવામાં આવ્યાં

11 January, 2026 10:55 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

ફૉર્મલ અને પ્રોફેશનલ લુક માટેનાં કપડાં પણ હાઈ ઇલૅસ્ટિસિટી ફાઇબરનાં બન્યાં છે એ સાબિત કરવા જૅપનીઝ લોકો જાતજાતનાં વિશેષણો વાપરવાને બદલે મૅનિકિન પાસે જ સ્ટન્ટ કરાવે છે જેથી લોકો વગર શબ્દોએ સમજી જાય.

કપડાં સ્ટ્રેચેબલ છે અને ફાટતાં નથી એવું બતાવવા માટે જપાનના શોરૂમમાં સ્ટન્ટ કરતાં મૅનિકિન મૂકવામાં આવ્યાં

મૉલ કે શોરૂમમાં કપડાં ડિસ્પ્લે કરવા માટે મૂકવામાં આવતાં મૅનિકિન હંમેશાં સીધાં ઊભાં હોય અને ગ્રાહકોને આવકારતાં હોય એવી પોઝિશનમાં જ જોવા મળે છે. જોકે જપાનમાં એક ગાર્મેન્ટ શોરૂમમાં કપડાંની ડ્યુરેબિલિટી અને સ્ટ્રૅચેબિલિટી કેટલી સરસ છે એ ડેમોન્સ્ટ્રેટ કરવા માટે મૅનિકિન પાસે જાત-જાતના સ્ટન્ટ કરાવ્યા છે. અહીં મૅનિકિન દોડતાં, ગુલાંટ ખાતાં, બે પગ સ્ટ્રેચ કરીને કૂદકો મારતાં કે ઈવન અઘરાં ડાન્સ-મૂવ્સના પોઝમાં મૂકવામાં આવ્યાં છે. આવું કરવાનો હેતુ એટલો જ કે ગ્રાહકો સમજી શકે કે આ શોરૂમનાં કપડાં કેટલાં સ્ટ્રેચેબલ અને ડ્યુરેબલ છે. તમે આ કપડાં પહેરીને ઑફિસ પણ જઈ શકો અને આ જ કપડાંમાં મનચાહે એવી કસરતો કે ડાન્સ પણ કરી શકો એટલું ફ્લેક્સિબલ ફૅબ્રિક છે. ફૉર્મલ અને પ્રોફેશનલ લુક માટેનાં કપડાં પણ હાઈ ઇલૅસ્ટિસિટી ફાઇબરનાં બન્યાં છે એ સાબિત કરવા જૅપનીઝ લોકો જાતજાતનાં વિશેષણો વાપરવાને બદલે મૅનિકિન પાસે જ સ્ટન્ટ કરાવે છે જેથી લોકો વગર શબ્દોએ સમજી જાય.

japan fashion fashion news offbeat news international news