✕

દોડતી કારના બોનેટ પર પત્ની, અંદર પતિ અને ગર્લફ્રેન્ડ બેઠાં હતાં

05 October, 2026 03:24 PM IST  |  Meerut | Gujarati Mid-day Correspondent

આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ઉત્તર પ્રદેશના મેરઠમાં સુનીતા નામની યુવતીનાં લગ્ન ૧૨ વર્ષ પહેલાં મયંક નામના યુવક સાથે થયાં હતાં. સુનીતાને પતિનું ક્યાંક ચક્કર ચાલે છે એવી શંકા હતી અને એવામાં તેને ખબર પડી કે મયંક કારમાં ગર્લફ્રેન્ડને લઈને ક્યાંક જઈ રહ્યો છે. મળેલી માહિતી મુજબ સુનીતા એ સ્થળે પહોંચી ગઈ અને મયંકની કારને આંતરીને ઊભી રહી ગઈ હતી. સુનીતાએ અંદર બેઠેલી મહિલાને કારમાંથી નીચે ઉતારવાની કોશિશ કરી તો પહેલાં તો તેમણે ગાળાગાળી શરૂ કરી હતી. જોકે અંદર બેઠેલી ગર્લફ્રેન્ડે મયંકને કાર પત્ની પર ચડાવી દેવા માટે ઉકસાવ્યો હતો. કાર ચાલુ થઈ ગઈ એમ છતાં સુનીતા ખસી નહીં અને તે કારના બોનેટ પર ચડી ગઈ હતી. એમ છતાં કાર ચાલુ જ રહી. પતિએ કાર અટકાવવાને બદલે લગભગ ૧૦૦ મીટર સુધી દોડાવી હતી. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો. પોલીસે આ વિડિયો અને સુનીતાની ફરિયાદના આધારે મયંક અને તેની ગર્લફ્રેન્ડ સામે ફરિયાદ નોંધી હતી.

uttar pradesh meerut offbeat news national news news viral videos