20 July, 2026 04:03 PM IST | Mexico | Gujarati Mid-day Correspondent
મેક્સિકોના આ કલાકારે ૬ મહિના મહેનત કરી લાકડાથી ફુટબૉલ-ટેબલ બનાવ્યું
લુઇસ ગૅબ્રિઅલ નામના મેક્સિકોના એક યુવાન આર્ટિસ્ટે લાકડામાંથી કોતરણી કામ કરીને એક અદ્ભુત આર્ટવર્ક તૈયાર કર્યું છે. આ માસ્ટરપીસ માત્ર દેખાવનો નથી, ફુલ્લી ફંક્શનલ પણ છે. રિયલ સાઇઝના ટેબલ સૉકરનો સેટ લુઇસે લાકડાની કોતરણીથી બનાવ્યો છે. લાકડામાં કોતરણી કામ કરીને એમાંથી ટેબલ, ફુટબૉલના પ્લેયર્સ અને બૉલ તૈયાર કર્યાં છે. એ ટેક્નિકલી પણ ફુટબૉલના તમામ નિયમોને ધ્યાનમાં રાખીને તૈયાર થયું છે. આ માસ્ટરપીસને નામ આપ્યું છે દેવતાઓની વિરાસત. નૅશનલ આર્ટ કૉમ્પિટિશન માટે તૈયાર કરવામાં આવેલા પીસને પહેલું પ્રાઇઝ મળ્યું છે. જોકે આ માટે કલાકારે લગભગ ૬ મહિના સુધી દિવસ-રાત મહેનત કરી છે.