21 March, 2026 02:35 PM IST | Atlanta | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અમેરિકાના ઍટલાન્ટામાં એક ડિઝાઇનર છે જે સ્મૉલ પર્સ અને ક્લચર ડિઝાઇન કરવા માટે જાણીતો છે. તેની બ્રૅન્ડ ફર્નિચર ફૅશન માટે જાણીતી થઈ ગઈ છે કેમ કે તેણે એવાં પર્સ ડિઝાઇન કર્યાં છે જે મિનિએચર સોફા, કાઉચ, ચૅર જેવાં લાગે છે. એ માટે વપરાતું ફૅબ્રિક પણ લિટરલી કુશનમાં વપરાય એવું જ છે. મિનિએચર ફર્નિચરની ફૅશનવાળા પર્સમાં ખરેખર કેટલી ચીજો સમાઈ શકે એ સવાલ છે, પરંતુ એની ડિઝાઇનો જબરી વાઇરલ થઈ છે.