દીપડો હોટેલની છત પર પહોંચી ગયો, ‍કર્મચારી નોકરી છોડીને ભાગી ગયો... શું બન્યું?

04 July, 2026 03:06 PM IST  |  Mount Abu | Gujarati Mid-day Correspondent

મોડી રાતે પાળતુ કૂતરાને મારીને દીપડો હોટેલની છત પર પહોંચી ગયો, ‍ખાટલા પર સૂતેલા કર્મચારીએ જરાય ન હલીને જીવ તો બચાવ્યો પણ સવારે નોકરી છોડી ભાગી ગયો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

માઉન્ટ આબુની એક હોટેલમાં મોડી રાતે દીપડો ઘૂસી ગયો હતો. હોટેલની છત પર કૂતરાનો શિકાર કરીને દીપડો છત પર આંટા મારવા લાગ્યો હતો. કૂતરાને સાંકળથી બાંધેલો હોવાથી દીપડાએ એના પર હુમલો કરીને મારી તો નાખ્યો પરંતુ એના શરીરને સાથે લઈ જઈ શક્યો નહોતો. એ પછી નવા શિકારની શોધમાં દીપડો છત પર આંટા મારવા લાગ્યો હતો અને ખાટલા પર સૂતેલા એક કર્મચારીની ખૂબ જ નજીક પહોંચી ગયો હતો. કૂતરા સાથેની ઝપાઝપીને કારણે છત પર સૂતેલો યુવક જાગી ગયો હતો, પરંતુ તેણે રઘવાટ કરવાને બદલે ધીરજ રાખીને ચાદર ઓઢીને સ્થિર પડી રહેવાનો ડોળ કર્યો. તેની સૂઝબૂઝથી તેનો જીવ બચી ગયો હતો અને દીપડો ત્યાં આંટો મારીને નીકળી ગયો. હોટેલની છત પર લાગેલા CCTV કૅમેરામાં આ ઘટના કેદ થઈ ગઈ હતી. રાતે થયેલા ભયાનક અનુભવ પછી એ કર્મચારી બીજા જ દિવસે નોકરી છોડીને પોતાના ગામ જવા રવાના થઈ ગયો હતો.

gujarat viral videos offbeat news national news news