ChatGPTથી નકલ કરી, પણ જવાબમાં છેલ્લે એ પણ લખી નાખ્યું – વિડિયો જોવા માટે લિન્ક પર ક્લિક કરો

03 August, 2026 06:18 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશની ડૉ. હરિસિંહ ગૌર કેન્દ્રીય યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ AI અને ChatGPTની મદદથી પરીક્ષામાં નકલ કરી. જવાબોમાં એકસરખું લખાણ અને ‘વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો’ જેવી લાઇન મળતાં યુનિવર્સિટીએ પરિણામ રોકી દીધું.

પ્રતીકાત્મક તસવીર

મધ્ય પ્રદેશના સાગર શહેરમાં આવેલી ડૉ. હરિસિંહ ગૌર કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને કેટલાય વિદ્યાર્થીઓએ પરીક્ષામાં નકલ કરી હતી. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે કેટલાય વિદ્યાર્થીઓના જવાબ લગભગ એકસરખા હતા એટલું જ નહીં, કેટલાકે તો જવાબમાં છેલ્લે ChatGPTમાં આવે છે એ વાક્ય – ‘વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો’ પણ કૉપી કરી નાખ્યું હતું. આ વાતથી સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે કે મામલો પરીક્ષામાં ચોરીનો જ છે. આખરે યુનિવર્સિટીએ પરીક્ષાનું રિઝલ્ટ રોકી દીધું હતું. 

madhya pradesh bhopal news offbeat news hatke news