✕

તામિલનાડુમાં બન્યું સૌથી ઊંચું ગોલુ

12 October, 2026 12:31 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

સાઉથ ઇન્ડિયામાં માતાજીનું ગોલુ સજાવવામાં આવે છે

ચેન્નઈના મૉલમાં ૪૮.૧ ફુટ ઊંચા ગોલુનું નિર્માણ કરવામાં આવ્યું હતું

ભારતના અલગ-અલગ ખૂણે નવરાત્રિના પર્વમાં અલગ-અલગ પરંપરાઓ હોય છે. જેમ ગુજરાતમાં મા અંબાનો ગબ્બર સજાવવામાં આવે છે એમ સાઉથ ઇન્ડિયામાં માતાજીનું ગોલુ સજાવવામાં આવે છે. તામિલનાડુના ચેન્નઈમાં આવેલા એક મૉલમાં ઊંચા ગોલુની રચના કરવામાં આવી હતી. એમાં પગથિયાં જેવી રચના કરીને એના પર માતાજીને ઢીંગલીઓના સ્વરૂપમાં શણગારવામાં આવે છે જેને ગોલુ ડૉલ્સ કહેવાય છે. ગઈ કાલે ચેન્નઈના મૉલમાં ૪૮.૧ ફુટ ઊંચા ગોલુનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એમાં લગભગ ૪૫૦૦ ગોલુ ઢીંગલીઓ મૂકવામાં આવી હતી. આ રચનાએ ૨૦૧૨માં બનેલા ૩૬.૪ ફુટ ઊંચા ગોલુનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. 

navratri Garba chennai tamil nadu offbeat news national news news