એક ગૉલ્ફ કોર્સમાં લગાતાર ૩૬ કલાક ગૉલ્ફ રમવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

15 June, 2025 10:35 AM IST  |  New york | Gujarati Mid-day Correspondent

કૅલેચીએ આ ગેમ દ્વારા રેકૉર્ડ બનાવવા ઉપરાંત ઑટિઝમ ધરાવતા લોકો માટે ભંડોળ ભેગું કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. આ પહેલાં બ્રિટિશ ગૉલ્ફરે ૩૨ કલાક ગૉલ્ફ રમવાનો રેકૉર્ડ બનાવ્યો હતો

કેલેચી ઇજિહી

ન્યુ યૉર્કના કેલેચી ઇજિહી નામના ભાઈએ ગૉલ્ફ રમવાનો સૌથી લાંબા કલાકોનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. કેલેચીએ ૮ જૂને સાંજે ૬.૩૦ વાગ્યે ગૉલ્ફ રમવાનું શરૂ કરેલું. તેણે ૧૮ હોલવાળા ગૉલ્ફ કોર્સમાં ૭ વાર ભ્રમણ કરીને કુલ ૧૨૬ હોલ પૂરા કર્યા હતા. કૅલેચીએ આ ગેમ દ્વારા રેકૉર્ડ બનાવવા ઉપરાંત ઑટિઝમ ધરાવતા લોકો માટે ભંડોળ ભેગું કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. આ પહેલાં બ્રિટિશ ગૉલ્ફરે ૩૨ કલાક ગૉલ્ફ રમવાનો રેકૉર્ડ બનાવ્યો હતો જેને સરપાસ કરવા કૅલેચી ૩૬ કલાક સુધી ગૉલ્ફ રમ્યો હતો.

new york city new york international news news world news sports news offbeat news social media