30 October, 2024 05:58 PM IST | New york | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના ન્યુ યૉર્કમાં એક અપાર્ટમેન્ટમાં માણસો કરતાં ઉંદર વધારે હોય એવી સ્થિતિ છે. 2BHK ફ્લૅટમાં અતિશય ફૂગ ચડેલી છે, ઠેકઠેકાણે ઉંદરની લીંડી પડેલી છે. લોકો બીમાર પડી જાય એટલી ગંદકી છે છતાં ફ્લૅટનું મહિનાનું ભાડું ૪૦૦૦ ડૉલર (૩ લાખ રૂપિયા) છે. અહીં રહેતા લોકો આને ફ્લૅટ નહીં ઝૂંપડપટ્ટી કહે છે. લોકોએ અનેક વાર ફરિયાદ કરી છે, પણ મકાનમાલિક સફાઈ કરાવતો જ નથી. ૩૪ વર્ષના હન્ટર બૂને તો ત્રાસીને ભાડૂત અસોસિએશન શરૂ કર્યું છે. તેનું કહેવું છે કે ઉંદરની લીંડી અને અસહ્ય ગંદકીને કારણે તેને અને તેના કૂતરાને ચેપ લાગી ગયો અને બન્ને બીમાર પડી ગયા હતા.