A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/lib/php/session/ci_sessionjpa7hoe3ppn0bb7p3fs4bi11pbto8g6e): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 172

Backtrace:

File: /home/GMD/index.php
Line: 315
Function: require_once

Odia Tattoo Helps Woman Reunite With Family After 35 Years in Himachal Pradesh | ૩૫ વર્ષ પહેલાં ખોવાયેલાં દાદીને પરિવારે તેમના શરીર પરના ટૅટૂ પરથી ઓળખી કાઢ્યાં
✕

૩૫ વર્ષ પહેલાં ખોવાયેલાં દાદીને પરિવારે તેમના શરીર પરના ટૅટૂ પરથી ઓળખી કાઢ્યાં

07 October, 2026 12:38 PM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

તેમના હાથ પર બનેલું ટૅટૂ જોઈને તેમનો ઓડિયા પરિવાર હિમાચલ પ્રદેશ દોડી આવ્યો હતો

પ્રમિલાબહેનને વિડિયોમાં જોઈને તેમના ટૅટૂ પરથી પરિવારજનોએ ઓળખી લીધાં હતાં

ઓડિશામાં લગભગ ૩૫ વર્ષ પહેલાં પરિવારથી વિખૂટાં પડી ગયેલાં પ્રમિલાબહેન ૭૦ વર્ષની વયે હિમાચલ પ્રદેશના એક વૃદ્ધાશ્રમમાં જીવન ગાળી રહ્યાં હતાં. તેમના હાથ પર બનેલું ટૅટૂ જોઈને તેમનો ઓડિયા પરિવાર હિમાચલ પ્રદેશ દોડી આવ્યો હતો. આ સંસ્થામાં તેમનું નામ રામકલી મલિક તરીકે નોંધાયેલું હતું કેમ કે મહિલા પોતે પણ પોતાનું નામ ભૂલી ચૂક્યાં હતાં. પ્રમિલાબહેનને ઓડિશાના કટક અને આસપાસનાં ગામોનાં નામ ત્રુટક-ત્રુટક યાદ હતાં. હાથ પર બનેલા ટૅટૂ પરથી પણ તેઓ ઓડિશાનાં હોય એવું લાગતું હતું. ૨૦૧૧થી ૨૦૧૮ની સાલ સુધી તેઓ શિમલાના એક માનસિક રોગીઓના આશ્રમમાં રહ્યા. એ પછી તેમને નારી નિકેતન અને પછી ત્યાંથી વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવ્યાં હતાં. પ્રમિલાબહેનના કેટલાક વિડિયો ઇન્ડિયા કૅર્સ નામની સંસ્થાના ઇન્સ્ટાગ્રામ થકી ઓડિશામાં પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસે એ વિડિયો ગામડાંઓમાં ફેલાવીને તેમના પરિવારની શોધ કરી હતી. પ્રમિલાબહેનને વિડિયોમાં જોઈને તેમના ટૅટૂ પરથી પરિવારજનોએ ઓળખી લીધાં હતાં. 

odisha himachal pradesh offbeat news national news news