✕

ભંગારમાંથી ખરીદેલા આ પેઇન્ટિંગના ઊપજ્યા ૧૨ કરોડ રૂપિયા

05 October, 2026 03:30 PM IST  |  Washington DC | Gujarati Mid-day Correspondent

થોડાં વર્ષો પહેલાં જે ચિત્ર એક યુવાને માત્ર ૨૮૦૦ રૂપિયામાં ખરીદ્યું હતું એ હકીકતમાં ૭૦ વર્ષ જૂનું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું નીકળ્યું

આ ચિત્ર એબરક્રૉમ્બીએ ૧૯૫૧માં બનાવ્યું હતું

અમેરિકામાં એક સેકન્ડહૅન્ડ માર્કેટમાં એમ જ ભંગારના ભાવે વેચાતા પેઇન્ટિંગે ખરીદદારની કિસ્મત ચમકાવી નાખી. થોડાં વર્ષો પહેલાં જે ચિત્ર એક યુવાને માત્ર ૨૮૦૦ રૂપિયામાં ખરીદ્યું હતું એ હકીકતમાં ૭૦ વર્ષ જૂનું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું નીકળ્યું. પેઇન્ટિંગની ફ્રેમની પાછળ એબરક્રૉમ્બી લખ્યું હતું. તપાસ કરતાં ખબર પડી કે આ તો શિકાગોની બહુ જાણીતી પેઇન્ટર હતી. રેકૉર્ડ તપાસવામાં આવ્યો તો ખબર પડી કે આ ચિત્ર એબરક્રૉમ્બીએ ૧૯૫૧માં બનાવ્યું હતું. આ પેઇન્ટિંગનું નામ હતું એલ્ડરમૅન મેરિયમ્સ શેલ્સ. એમાં ખૂબ ઘેરા બૅકગ્રાઉન્ડમાં શંખ અને છીપલાં બનાવવામાં આવ્યાં છે. એમાં એક તૂટેલું છીપલું પણ છે. આ ચિત્રકારનું બહુ જાણીતું ચિત્ર હતું જે ઑક્શનમાં મુકાયું ત્યારે એની કિંમત લગભગ બેથી અઢી કરોડ રૂપિયા અંકાઈ હતી, પરંતુ એ ૧૩ કરોડ રૂપિયામાં વેચાયું હતું. 

united states of america art exhibition offbeat news national news news