24 July, 2026 03:53 PM IST | Karachi | Gujarati Mid-day Correspondent
ચા-પકોડાંની સીઝન છે, પણ પકોડાંના તેલમાં જ બનેલી ચા ક્યારેય જોઈ છે?
પાકિસ્તાન અનેક ખોટી બાબતો માટે વારંવાર ચર્ચામાં આવતું રહે છે. આ વખતે આપણી પ્રિય ચા બનાવવાની વિચિત્ર રીત માટે પાકિસ્તાનનો એક સ્ટૉલ વાઇરલ થયો છે. વરસાદની સીઝનમાં ચા અને પકોડાંની લારીઓ પર ભારે ભીડ જામતી હોય છે. જોકે પાકિસ્તાનનો એક ભજિયાંવાળો ચા અને ભજિયાં સાથે બનાવવા માટે જાણીતો છે. દુકાનદાર જે તેલમાં ભજિયાં અને પકોડાં તળે છે એ જ તેલમાં ચાની તપેલી પણ મૂકી દે છે. અલબત્ત, તપેલી છોડી દઈ શકાય એમ ન હોવાથી સાણસીથી ચાવાળી તપેલી ઊકળતા તેલમાં પકડી રાખે છે. તેલની ગરમીથી તપેલી ગરમ થાય છે અને અંદરની ચા પણ ઊકળે છે. એ જ તેલમાં ભજિયાં બની રહ્યા છે. બન્ને સાથે જ તૈયાર થઈ જાય છે. આવો જુગાડ તો આપણા પાડોશી દેશમાં જ થાય.