✕

આ ઘોસ્ટ નથી, પૅરિસ ફૅશન વીકની મૉડલ્સ છે

30 September, 2026 01:58 PM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

કેટલીક મૉડલ્સના ચહેરાને તો જાણે હેલોવીનની કૉમ્પિટિશન હોય એમ સફેદ રંગ કરવામાં આવ્યો હતો.

પૅરિસ ફૅશન વીકની મૉડલ્સ છે

પૅરિસના ફૅશન વીકમાં આજકલ ૨૦૨૭નું સમર/સ્પ્રિન્ગ કલેક્શન રજૂ થઈ રહ્યું છે. આમેય ફૅશન વીકમાં રજૂ થાય એ ગાર્મેન્ટ્સ કંઈ પહેરી શકાય એવાં નથી હોતાં, પરંતુ આ વખતે પૅરિસના બે ફૅશન-ડિઝાઇનરોએ રજૂ કરેલા એક સેગ્મેન્ટમાં તો જે રજૂઆત થઈ એ ફૅશન નહીં, ડિઝૅસ્ટર વધુ લાગતું હતું. ટ્રેડિશનલ અને કલ્ચરલ રેફરન્સ માટે ફૅશન-ડિઝાઇનરોએ સિંદૂર અને સાડી જેવાં ગાઉનનો ઉપયોગ કર્યો છે, પરંતુ સિંદૂર જે માત્રામાં વાપરવામાં આવ્યું હતું એ ડરામણું હતું. કેટલીક મૉડલ્સના ચહેરાને તો જાણે હેલોવીનની કૉમ્પિટિશન હોય એમ સફેદ રંગ કરવામાં આવ્યો હતો. સફેદ રંગની ઉપર લાલ અથવા બ્લૅક રંગના હોઠ અને માથે લાંબો લાલચટક સેંથો પૂર્યો હોય એ ડેડ્લી કૉમ્બિનેશન જ કહેવાયને? જોકે ડિઝાઇનરોનું કહેવું છે કે આ લુક માટે તેમણે બહુ મહેનત કરીને શ્રીલંકન, ગુએનીઝ અને ઇન્ડિયન કલ્ચરની છાંટનું કૉમ્બિનેશન કર્યું છે. 

paris fashion fashion news offbeat news international news world news news