૧૦ રંગ પટપટ ઓળખી નાખે છે આ પોપટ

18 May, 2026 11:24 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

પોપટે જે-તે રંગની બાસ્કેટમાં એ જ રંગના દોરાનું ગૂંચળું મૂકવાનું હતું

પોપટભાઈ એટલા સ્માર્ટ છે કે તેમણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવી દીધું

પોપટ બહુ સ્માર્ટ હોય છે એ તો ખબર જ છે, પણ ચીનના કિન ફૅન્ગ નામના ભાઈએ પાળેલા જિયાઓગુઈ નામના પોપટભાઈ એટલા સ્માર્ટ છે કે તેમણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવી દીધું છે. આ પોપટભાઈ ૧૦ રંગના શેડ્સ બખૂબી પારખી શકે છે. એ પણ ઝટપટ ૩૩ સેકન્ડની અંદર. પોપટ રંગ પારખે છે એવું કઈ રીતે નક્કી કરી શકાય? તો એ માટે જિયાઓગુઈ ભાઈ પાસે એક સ્ટન્ટ કરાવવામાં આવ્યો હતો. એક લાઇનમાં અલગ-અલગ રંગની બાસ્કેટ મૂકવામાં આવી અને બીજી બાજુ એવા જ શેડના દોરાનાં ગૂંચળાં મૂકવામાં આવ્યાં. પોપટે જે-તે રંગની બાસ્કેટમાં એ જ રંગના દોરાનું ગૂંચળું મૂકવાનું હતું. જસ્ટ ૩૩ સેકન્ડમાં આ કામ જિયાઓગુઈ ભાઈએ પૂરું કરી બતાવ્યું હતું.

china guinness book of world records offbeat news international news world news news