ચોર બકરી ચોરવા કારમાં આવતો અને બીજા જિલ્લામાં વેચી દેતો

01 November, 2024 06:05 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં પોલીસે બકરીચોરને પકડ્યો છે. આ ચોરની એક ટોળકી પણ છે અને પાછો બકરીઓની ચોરી કરવા તે કારમાં નીકળે છે.

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં પોલીસે બકરીચોરને પકડ્યો છે.

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં પોલીસે બકરીચોરને પકડ્યો છે. આ ચોરની એક ટોળકી પણ છે અને પાછો બકરીઓની ચોરી કરવા તે કારમાં નીકળે છે. બન્યું એવું કે બાંદાના એક ગામમાં રહેતા યુવાનની બકરી ચોરાઈ ગઈ એટલે તેણે પોલીસ-ફરિયાદ કરી અને પોલીસે તપાસ શરૂ કરી. વાહનોનું ચેકિંગ કરાતું હતું ત્યારે પોલીસને બકરીઓથી ભરેલી કાર દેખાઈ. પોલીસે કાર અટકાવીને તલાશી લીધી તો કારમાંથી ૮ બકરી નીકળી. પોલીસે ચોરને પકડી લીધો અને કડકાઈથી પૂછપરછ કરી ત્યારે એણે કબૂલ્યું કે તે બે સાગરીતો સાથે ગામમાંથી બકરીઓ ચોરે છે અને બાજુના જિલ્લામાં વેચી દે છે.

uttar pradesh national news news police offbeat news