18 June, 2026 11:36 AM IST | Shimla | Gujarati Mid-day Correspondent
લવલીભાઈ તેમના પરિવાર સાથે દર્શન માટે
હિમાચલ પ્રદેશમાં બનૌડે મહાદેવ બહુ ફેમસ છે. તાજેતરમાં અહીં ભક્તને ચમત્કારનો અનુભવ થયો હોવાની વાત ભક્તે શૅર કરી છે. એ શ્રદ્ધાળુનો દાવો છે કે તેને મહાદેવનાં દર્શન કરવાથી આંખોની જતી રહેલી દૃષ્ટિ પાછી આવી ગઈ હતી. હિમાચલ પ્રદેશના ઉનામાં આવેલા આ મહાદેવનાં દર્શન કરવા માટે પંજાબના હોશિયારપુરના લવલીભાઈ તેમના પરિવાર સાથે દર્શન માટે આવ્યા હતા. લવલીને બ્રેઇન-હૅમરેજ થવાથી આંખે દેખાવાનું બંધ થઈ ગયું હતું. ડૉક્ટરોને પણ હવે દૃષ્ટિ પાછી આવશે કે કેમ એ બાબતે શંકા હતી. દૃષ્ટિ જતી રહેતાં તેમને હાથ પકડ્યા વિના ચાલવામાં પણ મુશ્કેલી પડતી હતી. જોકે પરિવારજનો તેમને આ મહાદેવના દર્શને લઈ આવ્યા. અહીં મહાદેવને માથું ટેકવીને વિભૂતિ કપાળે લગાવીને પ્રાર્થના કરતાં થોડા જ કલાકોમાં તેમની દૃષ્ટિ સુધરી ગઈ હોવાનો લવલીનો દાવો છે.