બહુ કામ હતું એટલે ટીચરે ઉત્તરવહી તપાસ્યા વિના જ માર્ક આપી દીધા

01 November, 2024 06:05 PM IST  |  Ajmer | Gujarati Mid-day Correspondent

અજમેરના મહાત્મા ગાંધી રાજકીય વિદ્યાલયનાં સિનિયર ટીચર નિમિષા રાનીએ બોર્ડની ૧૦મા ધોરણની પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસ્યા વિના જ માર્ક આપી દીધા હતા

પ્રતીકાત્મક તસવીર

અજમેરના મહાત્મા ગાંધી રાજકીય વિદ્યાલયનાં સિનિયર ટીચર નિમિષા રાનીએ બોર્ડની ૧૦મા ધોરણની પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસ્યા વિના જ માર્ક આપી દીધા હતા. રાજસ્થાન માધ્યમિક શિક્ષણ બોર્ડના ધ્યાનમાં એ આવ્યું અને ઉત્તરવહી તપાસ્યા વિના માર્ક આપવાનું કારણ પૂછ્યું તો ટીચરે કહ્યું કે બહુ કામ હતું એટલે ઉત્તરવહી જોવાનો સમય નહોતો. બોર્ડે ટીચરને સસ્પેન્ડ કરી દીધાં છે. આ વાત છેક શિક્ષણપ્રધાન મદન દિલાવસ સુધી પહોંચી. તેમણે આદેશ કર્યા પછી બોર્ડે આ નિર્ણય લીધો હતો. બોર્ડના સચિવ કેલાશચંદ શર્માએ કહ્યું કે ‘બોર્ડની ૨૦૨૪માં વિજ્ઞાનની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરાયું નહોતું. પરીક્ષકે માર્કનો કુલ સરવાળો લખીને ગંભીર બેદરકારી દાખવી છે. માર્કનું રીટોટલિંગ થાય ત્યારે આવી ભૂલ પકડાઈ જાય છે.’

ajmer rajasthan Education national news news offbeat news