માનવબાળ કે મરઘાં?

20 April, 2025 05:31 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

બે બાળકોને પાંજરામાં ભરીને એક માણસ ફુલ સ્પીડમાં સ્કૂટર દોડાવી રહ્યો હતો. સ્થાનિક રૅપરે આ ઘટના નજરોનજર જોઈ અને એનો વિડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતાં એ જબરો વાઇરલ થયો હતો.

પીંજરામાં મરઘાં નહીં, પણ બાળકો હતાં

નાની માત્રામાં મરઘાં ટ્રાન્સપોર્ટ કરવાં હોય તો કેટલાંક શહેરોમાં બાઇકની પાછળ મરઘાં રાખવાનું પાંજરું લગાડવામાં આવે છે. એ ખુલ્લા પાંજરામાંથી મરઘાં કાઢી નાખ્યા પછી જો એને બરાબર સાફ ન કરવામાં આવે તો માથું ફાટી જાય એવી વાસ આવતી હોય છે. જોકે હૈદરાબાદના બંદલાગુડા વિસ્તારમાં એક ટૂ-વ્હીલરની પાછળ આવું પાંજરું જોવા મળ્યું ત્યારે લોકો એ જોઈને દંગ રહી ગયા હતા. એ પીંજરામાં મરઘાં નહીં, પણ બાળકો હતાં. બે બાળકોને પાંજરામાં ભરીને એક માણસ ફુલ સ્પીડમાં સ્કૂટર દોડાવી રહ્યો હતો. સ્થાનિક રૅપરે આ ઘટના નજરોનજર જોઈ અને એનો વિડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતાં એ જબરો વાઇરલ થયો હતો.

hyderabad national news news social media viral videos offbeat news