તામિલનાડુમાં મહિલાના પતિ અને સાસુએ યુટ્યુબ પર વિડિયો જોઈને ઘરે ડિલિવરીનો પ્રયાસ કર્યો, પછી...

30 June, 2026 02:39 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

થોડા દિવસ બાદ મહિલાનું મૃત્યુ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

તામિલનાડુમાં ૩૨ વર્ષની શશિકલા નામની મહિલાનું મૃત્યુ તેના પતિ અને સાસુએ કથિત રીતે યુટ્યુબ વિડિયોમાંથી માર્ગદર્શન લઈને ઘરે બાળકની ડિલિવરીનો પ્રયાસ કર્યાના દિવસો પછી થયું હતું. ડિલિવરી પછી ગંભીર રક્તસ્રાવ થતાં શશિકલાને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ યોગ્ય સારવાર મળવા છતાં તેનું મૃત્યુ થયું હતું. આ દંપતીને ૪ વર્ષની પુત્રી હતી અને મહિલા તેના બીજા બાળક સાથે ગર્ભવતી હતી.

શશિકલા અને તેના પરિવારે તબીબી દેખરેખ વિના યુટ્યુબ વિડિયોના આધારે ઘરે ડિલિવરી કરવાનું પસંદ કર્યું હતું. જોકે એમાં કૉમ્પ્લિકેશન થયા બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેનું ગર્ભાશય દૂર કરવું પડ્યું હતું. બાદમાં વધુ સારવાર માટે તેને અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ૩ દિવસ સુધી સારવાર લીધા છતાં ૨૮ જૂને શશિકલાનું મૃત્યુ થયું હતું. આ ઘટનાએ સોશ્યલ મીડિયા પર ઉપલબ્ધ અપ્રમાણિત તબીબી સલાહ પર આધાર રાખવાનાં જોખમો અંગે ચિંતા ફરી ઊભી કરી છે.

tamil nadu youtube viral videos offbeat news national news news