રાજસ્થાની મહિલાના અવતારમાં છવાયો ૧૬ વર્ષનો ટીનેજર, એક દિવસમાં હજારો માગાં આવી ગયાં

13 March, 2026 01:22 PM IST  |  Bikaner | Gujarati Mid-day Correspondent

બિકાનેરમાં હોળીની આસપાસ રમ્મત તહેવાર ઊજવાય છે જેમાં પુરુષો મહિલાનું સ્વરૂપ ધારણ કરે છે

રવીન્દ્ર આચાર્ય

ટીનેજરોને પ્રૅન્ક કરવાનો જબરો શોખ હોય છે. રાજસ્થાનના બિકાનેરમાં રહેતા રવીન્દ્ર આચાર્ય નામના એક ઇન્ફ્લુઅન્સરે હોળી દરમ્યાન એક ખાસ  વિડિયો બનાવો. એમાં ભાઈસાહેબે સ્ત્રીનો વેશ ધારણ કર્યો. એકદમ પરંપરાગત રાજસ્થાની સ્ત્રી જેવો. પીળી પીતાંબર જેવી સાડી અને રાજસ્થાની ગોળ માંગટિકા સાથે લાલી-લિપસ્ટિક લગાવીને તૈયાર થયો. એ લુક બહુ ગમ્યો એટલે તેણે પિન્ક રંગની સાડીમાં રાજસ્થાની ભારેભરખમ ઘરેણાંઓ ઠઠાવીને નવો લુક પોસ્ટ કર્યો. બિકાનેરમાં હોળીની આસપાસ રમ્મત તહેવાર ઊજવાય છે જેમાં પુરુષો મહિલાનું સ્વરૂપ ધારણ કરે છે. જોકે રવીન્દ્ર આચાર્યનું સ્ત્રીસ્વરૂપ જોઈને તો ઇન્ટરનેટ પર આગ લાગી ગઈ. રવીન્દ્રને તેની ભાભી ઐશ્વર્યાએ તૈયાર કર્યો હતો અને તેણે એ વિડિયો પણ પોતાના જ અકાઉન્ટ પરથી શૅર કર્યો. કોઈ ઓળખી જ ન શક્યું કે આ ખરેખર છોકરો છે. ઇન્ટરનેટ પર આ લુક એટલો વાઇરલ થયો કે તેને એક જ દિવસમાં ૩૦,૦૦૦થી વધુ લોકોનાં માગાં આવી ગયાં.

જોકે એ પછી રવીન્દ્રએ પોતાની પુરુષમાંથી સ્ત્રી તરીકેના ટ્રાન્સફૉર્મેશનની પ્રોસેસનો વિડિયો શૅર કરીને પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું ત્યારે લોકોનું હસવું રોકાઈ નહોતું રહ્યું.

rajasthan viral videos offbeat news national news news