૧૦-૧૦ રૂપિયાના કૉઇનથી આ ભાઈએ ૧,૧૦,૦૦૦ રૂપિયાની બાઇક ખરીદી

09 July, 2026 12:46 PM IST  |  Telangana | Gujarati Mid-day Correspondent

વેલીમિનેન્દુ નામના નાનકડા ગામમાં રહેતા આ ભાઈએ બાઇક ખરીદવા માટે ૧૦-૧૦ રૂપિયાના સિક્કાની બચત કરવાની શરૂ કરી દીધી હતી

તેણે સ્પ્લેન્ડર પ્લસ બાઇક ખરીદી હતી અને ૧૦ રૂપિયાના સિક્કાની ઠગલીઓ કરીને શોરૂમમાં જ ગણતરી કરીને ચૂકવ્યા હતા

તેલંગણમાં કોન્ડે રઘુપતિ નામના એક ભાઈએ બાઇક ખરીદી હતી એ ન્યુઝ ખૂબ ગાજી રહ્યા છે. આમ તો બાઇકની કિંમત માત્ર ૧,૧૦,૦૦૦ રૂપિયા જ છે, પરંતુ એ રકમની ચુકવણી કોન્ડે રઘુપતિએ ૧૦-૧૦ રૂપિયાના સિક્કાથી કરી હતી. વેલીમિનેન્દુ નામના નાનકડા ગામમાં રહેતા આ ભાઈએ બાઇક ખરીદવા માટે ૧૦-૧૦ રૂપિયાના સિક્કાની બચત કરવાની શરૂ કરી દીધી હતી અને જ્યારે બાઇક ખરીદવા માટે પૂરતા કૉઇન્સ ભેગા થયા એ પછી થેલો લઈને તે બાઇકના શોરૂમ પર પહોંચ્યો હતો. તેણે સ્પ્લેન્ડર પ્લસ બાઇક ખરીદી હતી અને ૧૦ રૂપિયાના સિક્કાની ઠગલીઓ કરીને શોરૂમમાં જ ગણતરી કરીને ચૂકવ્યા હતા. 

telangana offbeat news national news news