27 October, 2024 11:50 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઝાંસીના એક ગામમાં રહેતા ૪૫ વર્ષના મજૂરને ટાકોરી ગામના કેટલાક લોકોએ અમાનવીય રીતે હેરાન કર્યો હતો. ટાકોરી ગામના વિજય, નકુલ, શત્રુઘ્ન અને કાલુ એ મજૂરને પાડરીમાં મજૂરીકામ કરવાને બદલે પોતાને ત્યાં મજૂરી કરવા કહેતા હતા. મજૂરે ના પાડી અને તે પાડરી ગામના ખેતરમાં મજૂરી કરવા જતો રહ્યો. આ ચારેય જણ ખેતરમાંથી તેને ઉઠાવીને પોતાના ગામમાં લઈ ગયા. રસ્તામાં તેને ખૂબ માર માર્યો અને ગામમાં પહોંચ્યા પછી તેને ઝાડ પર ઊંધો લટકાવી દીધો. એ પછી તેના મોઢામાં પાણી ભરી દીધું. નાકમાંથી પાણી નીકળવા માંડતાં તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. આટલો ત્રાસ ઓછો હોય એમ એ લોકોએ રેઝરથી તેનું માથું મૂંડી નાખ્યું અને ગામમાં ફેરવ્યો. આ ત્રાસનો વિડિયો સોશ્યલ મીડિયામાં ફર્યો હતો. મજૂરે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે એના આધારે ચારેયની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.