૧૩૦ દિવસ કોરોના સામે લડેલો યુવક કહે છે, ‘મેં અનેક વાર મૃત્યુને નજીકથી જોયું’

17 September, 2021 03:30 PM IST  |  Mumbai | Agency

હું પરિવારથી દૂર રહ્યો, પરંતુ ડૉક્ટરોએ તેમ જ હેલ્થ વર્કર્સે મને ઘણો મોટિવેટ કર્યો હતો. મેરઠની હૉસ્પિટલમાં મેં મારા બેડની આસપાસ ઘણા લોકોને મરતા જોયા, પરંતુ હું જરાય હિંમત નહોતો હાર્યો.

૧૩૦ દિવસ કોરોના સામે લડેલો યુવક કહે છે, ‘મેં અનેક વાર મૃત્યુને નજીકથી જોયું’

ઉત્તર પ્રદેશમાં મેરઠ શહેરની એક હૉસ્પિટલમાં ૧૩૦ દિવસ સુધી સારવાર લીધા બાદ કોવિડનો દરદી સ્વસ્થ થઈને ઘેર પાછો આવી ગયો છે. વિશ્વાસ સૈની નામના આ યુવકે ૪ મહિને કોરોનામાંથી સાજા થયા પછી કહ્યું કે ‘મેં ચાર મહિનાના આ કપરા સમયકાળમાં ઘણી વાર મૃત્યુ સાથે બાથ ભીડી અને એને ટાળવામાં સફળતા મેળવી. હું પરિવારથી દૂર રહ્યો, પરંતુ ડૉક્ટરોએ તેમ જ હેલ્થ વર્કર્સે મને ઘણો મોટિવેટ કર્યો હતો. મેરઠની હૉસ્પિટલમાં મેં મારા બેડની આસપાસ ઘણા લોકોને મરતા જોયા, પરંતુ હું જરાય હિંમત નહોતો હાર્યો.’
એ.એન.આઇ.ના અહેવાલ મુજબ સૌથી પહેલાં ૨૮ એપ્રિલે તેનો કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આટલા બધા દિવસોમાં મોટા ભાગે વિશ્વાસ સૈની વેન્ટિલેટર પર રહ્યો હતો અને ઑક્સિજન લેતો હતો. ઑક્સિજન માસ્કને લીધે તેમ જ બીજાં તબીબી સાધનોને કારણે તેના ચહેરા પર એની ઊંડી છાપ પડી ગઈ છે. ડિસ્ચાર્જ મળી ગયા પછી પણ તેને થોડા દિવસ ઑક્સિજન-સપોર્ટની જરૂર રહેશે.

offbeat news coronavirus covid19