11 April, 2025 12:13 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચાલતી ટ્રેનમાંથી ફોન ખેંચવા ગયેલા ચોરના હાથ પકડીને ચાલુ ટ્રેનમાં બહાર લટકાવ્યો
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક ચાલતી ટ્રેનની બારી પરથી લટકતો દેખાય છે. હકીકતમાં વાત એવી છે કે આ યુવક ટ્રેનની બારીમાં હાથ નાખીને મોબાઇલ ચોરી કરવાની ફિરાકમાં હતો, પરંતુ અલર્ટ થઈ ગયેલા યાત્રીએ મોબાઇલ છીનવવા આગળ વધેલા હાથને પકડી લીધો હતો. ટ્રેન ચાલતી હતી ત્યારે એ ચોર છટકવા માટે છટપટતો હોય એવું વિડિયોમાં જોવા મળે છે. અંદર બેઠેલો મુસાફર માત્ર હાથ જ નથી પકડતો, બીજા હાથે તેને મોં પર લાફા પણ ઝીંકતો દેખાય છે.