જેને તમે બચાવી રહ્યા હો એ વાઘ તમને આવી રીતે જુએ ત્યારે કેવા હાલ થાય?

05 February, 2025 01:35 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

પેંચ ટાઇગર રિઝર્વના બરફ એરિયામાં ત્રણ વર્ષની એક વાઘણ એક જંગલી ડુક્કરનો પીછો કરતી વખતે ડુક્કરની સાથે કૂવામાં પડી ગઈ હતી

ત્રણ વર્ષની એક વાઘણ એક જંગલી ડુક્કરનો પીછો કરતી વખતે ડુક્કરની સાથે કૂવામાં પડી

મધ્ય પ્રદેશના સીઓની જિલ્લામાં આવેલા પેંચ ટાઇગર રિઝર્વના બરફ એરિયામાં ત્રણ વર્ષની એક વાઘણ એક જંગલી ડુક્કરનો પીછો કરતી વખતે ડુક્કરની સાથે કૂવામાં પડી ગઈ હતી. એને બચાવવા માટે જ્યારે કોશિશ કરવામાં આવી રહી હતી ત્યારે એ જે રીતે જોઈ રહી હતી એ જોઈને ભલભલા ગભરાઈ જાય. થોડી જહેમત પછી વાઘણ અને ડુક્કર બન્નેને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

madhya pradesh wildlife national news news offbeat news