08 July, 2025 01:35 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના ટીકમગઢ જિલ્લામાં રવિવારે એક સનસનીખેજ ઘટના ઘટી હતી. વિજયપુર ગામ પાસે એક ધાર્મિક સ્થળની નજીક એક માણસનું કપાયેલું માથું અને ધડ મળી આવ્યાં હતાં. પોલીસને નરબલિ અપાયાની શંકા છે. ઘટનાસ્થળેથી પોલીસને માથાની ફરતે લીંબુ, અગરબત્તી, રાખ, ચિલમ જેવી ચીજો પણ મળી હતી. મરનાર વ્યક્તિ સતગુવા ગામનો ૩૨ વર્ષનો અખિલેશ કુશવાહા હતો અને તે ખેતર પાસેના તેના ઘરમાં એકલો રહેતો હતો. પોલીસે ઘટનાસ્થળે જે નજારો જોયો એના પરથી એ ૧૦૦ ટકા નરબલિ હોવાની આશંકાને પુષ્ટિ આપે છે. ઘટના પછી ગામમાં સન્નાટો પ્રસરી ગયો છે. હવે કોણે આ કામ કર્યું છે એની તપાસ ચાલી રહી છે.