05 October, 2026 03:41 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
પુસ્તક વાંચવાની પાર્ટી
જપાનના ટોક્યોમાં એક મૉડર્ન નાઇટ-લાઇફ ઇવેન્ટનો ટ્રેન્ડ શરૂ થયો છે. અહીં લોકો નાઇટ-ક્લબમાં પુસ્તકો વાંચવા ભેગા થાય છે. સામાન્ય રીતે રાતના સમયે ક્લબોમાં થતી નાઇટમાં જોરશોરવાળું અને ડાન્સ કરવાનું મન થાય એવું મ્યુઝિક વાગતું હોય. જોકે આ ‘જૂસી બુક રેવ’ તરીકે ઓળખાતી નાઇટ-પાર્ટીમાં ડિસ્ક-જૉકી (DJ) એકદમ હળવું અને શાંત મ્યુઝિક વગાડે છે. અહીં કોઈ DJવાલે બાબુને પાર્ટી-સૉન્ગ વગાડવાની ફરમાઇશ કરતું નથી. ઊલટાનું DJ પર મનને શાંત કરે અને સુકૂન આપે એવું નિરંતર છતાં રીફ્રેશ કરતું હળવું સંગીત વગાડે છે અને લોકો પણ ચૂપચાપ પુસ્તકો વાંચે છે. આ ક્લબમાં તમે તમારી બુક લઈને પણ આવી શકો છો અને જો ન હોય તો અહીં બુકશેલ્ફમાંથી મનગમતી બુક પસંદ કરીને એ પણ વાંચી શકો છો. સોશ્યલાઇઝેશન એટલે પાર્ટી, દારૂ અને ધમાલ જ એવી માન્યતા જૅપનીઝ યુવાનો હવે તોડી રહ્યા છે.