દુલ્હા-દુલ્હનની રૉયલ એન્ટ્રી માટે સફેદ ધુમાડો થયો, પણ એમાં ૭ વર્ષની બાળકીનું શ્વાસ રૂંધાતાં મૃત્યુ થયું

13 May, 2025 03:56 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

અચાનક અતિશય વધુ માત્રામાં નાઇટ્રોજન ગૅસ તેનાં ફેફસાંમાં જતાં બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી હતી.

દુલ્હા-દુલ્હનની રૉયલ એન્ટ્રી માટે સફેદ ધુમાડો થયો, પણ એમાં ૭ વર્ષની બાળકીનું શ્વાસ રૂંધાતાં મૃત્યુ થયું

મધ્ય પ્રદેશના રાજગઢમાં એક લગ્નપ્રસંગમાં દુલ્હા-દુલ્હનની રૉયલ અને પરીકથા સમાન એન્ટ્રી એક માસૂમ માટે મોતનું કારણ બની હતી. જાણે સપનાની પરીકથામાં દુલ્હો-દુલ્હન પ્રવેશતાં હોય એવા માહોલ માટે હૉલમાં નાઇટ્રોજન ગૅસ છોડીને સ્મોક ક્રીએટ કરવામાં આવ્યો હતો. જોકે સ્મોક જે જારમાંથી ક્રીએટ કરવામાં આવી રહ્યો હતો એ જાર અચાનક પડી ગઈ. એની પાસે જ સાત વર્ષની એક છોકરી ઊભી હતી. અચાનક અતિશય વધુ માત્રામાં નાઇટ્રોજન ગૅસ તેનાં ફેફસાંમાં જતાં બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી હતી.

મધ્ય પ્રદેશના રાજગઢમાં આ ઘટના બની હતી. નાઇટ્રોજન ગૅસનો જાર ફૂટી જતાં અચાનક જ ખૂબ મોટી માત્રામાં માઇનસ પાંચ ડિગ્રીનો ગૅસ બાળકીના શ્વાસ વાટે અંદર જતાં તેનાં ફેફસાં અને નસો સંકોચાઈ ગયાં. આ ઘટના બનતાં તરત જ બાળકીને હૉસ્પિટલ લઈ જવાઈ હતી, પણ હાલત ગંભીર હોવાથી તેને મોટી હૉસ્પિટલમાં ઇન્દોર લઈ જવાનું સૂચવાયું. ઇન્દોરની હૉસ્પિટલમાં તેને વેન્ટિલેટર પર મૂકવામાં આવી છતાં તેને બચાવી શકાઈ નહોતી.

જોકે અચાનક આ ઘટનામાં દીકરી ગુમાવ્યા પછી તેના પિતા રાજેશ ગુપ્તાએ દીકરીનાં નેત્રનું દાન કર્યું હતું.

madhya pradesh national news news health tips offbeat news social media