04 November, 2024 03:29 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ફિરોઝાબાદમાં એક બુલિયન ટ્રેડરે ગોલ્ડ અને સિલ્વરમાંથી એક વેડિંગ કાર્ડ બનાવ્યું છે.
હજી પણ લગ્નની કંકોતરીનું ભારતીય પરંપરામાં ઘણું મહત્ત્વ છે. લગ્ન નક્કી થાય એટલે પહેલી કંકોતરી વધૂને ત્યાંથી વરના ઘરે જાય છે. મોટા ભાગે કંકોતરીઓ કાગળ પર જ પ્રિન્ટ થાય છે, પરંતુ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક બુલિયન ટ્રેડરે ગોલ્ડ અને સિલ્વરમાંથી એક વેડિંગ કાર્ડ બનાવ્યું છે. લાલ રવીન્દ્રનાથ કનૈયાલાલ સરાફા શૉપના પ્રૉપ્રાઇટર લકી જિન્દલે આ અનોખું કાર્ડ સોશ્યલ મીડિયા પર શૅર કર્યું હતું. આ એવી કંકોતરી છે જેમાં ઍસ્થેટિક્સ અને લક્ઝરી બન્ને છે. ગોલ્ડ અને સિલ્વર બન્નેમાંથી સુંદર ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. એવું કહેવાય છે કે આ પ્રકારની કંકોતરીનો ભાવ ૧૦,૦૦૦થી લઈને ૧૧ લાખ રૂપિયા સુધીનો છે.