08 November, 2025 09:25 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ભેંસના જન્મદિવસ પર કેક કાપી, ચલણી નોટોનો હાર પહેરાવીને DJ પર નાચ્યા
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના સુનગઢ ગામમાં એક અનોખી પાર્ટી થઈ હતી. આ જલસા-પાર્ટી ઇસરાર નામના ભાઈએ તેમની શેરા નામની ભેંસ માટે રાખી હતી. પ્યારી ભેંસનો જન્મદિવસ મનાવવા માટે ઇસરારભાઈએ આખા ગામને દાવત આપી હતી. શેરાને મસ્ત રંગબેરંગી કપડાંથી સજાવવામાં આવી હતી. ભેંસની સામે કેક કાપવામાં આવી અને એના મોં પર કેક પણ ચોપડવામાં આવી. શેરાની લાંબી આવરદાની મનોકામના કરીને ચલણી નોટોનો હાર પણ પહેરાવવામાં આવ્યો. છેલ્લે એક તરફ ગામલોકોની ખાણી-પીણી ચાલી અને સાથે DJ પર બધાએ મન મૂકીને ડાન્સ પણ કર્યો. આ શાનદાર બર્થ-ડે પાર્ટીમાં લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો હોવાની ચર્ચા છે. જોકે ઇસરારભાઈને તેમની પ્યારી શેરા માટે આ રકમ કંઈ મોટી નથી લાગતી.