લગ્ન સમયે જ વીજ-કનેક્શન કપાઈ ગયું, દુલ્હો જાન લઈને કલેક્ટર આૅફિસ પહોંચ્યો

23 April, 2026 11:41 AM IST  |  Banda | Gujarati Mid-day Correspondent

કુલદીપ કુમાર નામના યુવકને જાન લઈને મહોબા ગામ જવાનું હતું, પરંતુ લગ્નના ટાકણે જ તેના ઘરનું વીજ-કનેક્શન કપાઈ ગયું

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક દુલ્હાએ તેનાં લગ્ન થવાનાં હતાં ત્યારે વીજળીના બિલને લઈને અનોખું વિરોધ-પ્રદર્શન કર્યું હતું. કુલદીપ કુમાર નામના યુવકને જાન લઈને મહોબા ગામ જવાનું હતું, પરંતુ લગ્નના ટાકણે જ તેના ઘરનું વીજ-કનેક્શન કપાઈ ગયું. ઘરમાં લગ્નનો માહોલ હતો. સગાંસંબંધીઓની ભીડ અને ઉપરથી અંધારું. એવામાં હેરાન દુલ્હાએ પોતાની જાન તૈયાર કરી અને તે વીજળી કપાઈ ગયાની ફરિયાદ કરવા જિલ્લા અધિકારીને ત્યાં પહોંચી ગયો. બૅન્ડવાજાં સાથે દુલ્હાએ ઑફિસની બહાર પ્રદર્શન કર્યું. તેનું કહેવું હતું કે જ્યારથી સ્માર્ટ મીટર લાગ્યાં છે ત્યારથી વીજળીનું બિલ બમણું આવે છે. બિલ એટલું વધારે હોય છે કે ભરવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. એમાં વીજળી કંપનીએ કોઈ ચેતવણી આપ્યા વિના જ વીજળી કાપી નાખી. દુલ્હાએ જિલ્લા-અધિકારીની ઑફિસે જઈને ત્યાં મૂકવામાં આવેલા વીજળીના થાંભલાની પૂજા કરીને વિરોધ કર્યો હતો. 

uttar pradesh offbeat news national news news