Severity: Warning
Message: fopen(/var/lib/php/session/ci_sessione6ld7af22vl6susgesaoblgpkibppo44): Failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 172
Backtrace:
File: /home/GMD/index.php
Line: 315
Function: require_once
07 October, 2026 12:30 PM IST | Kannauj | Gujarati Mid-day Correspondent
કન્નોજમાં પોસ્ટર્સ છપાવીને મૂક્યાં છે
ઉત્તર પ્રદેશના કન્નોજમાં રહેતા અર્જુન જોશીના પરિવારનો પાળેલો પોપટ ગાયબ થઈ ગયો છે. આ પોપટ તેમના ઘરમાં એમ જ ઊડાઊડ કરતો રહેતો હતો. તેને કદી પાંજરે પૂરવામાં નહોતો આવતો. જોકે ૧૪ સપ્ટેમ્બરે તેમના ઘરમાં અચાનક એક બિલાડી આવી ચડી. બિલાડી આ પોપટની પાછળ પડી. જીવ બચાવવા પોપટભાઈ ઘરની બહાર ઊડી ગયા. એ પછી પોપટ પાછો આવ્યો જ નહીં. અર્જુનને આ પોપટ ૧૪ વર્ષ પહેલાં ઘાયલ અવસ્થામાં મળ્યો હતો. અર્જુન નજીકના ગામમાં ગયો હતો ત્યારે રસ્તા પર એ ઘાયલ મળ્યો હતો. અર્જુન તેને પ્રાણીઓના ડૉક્ટર પાસે લઈ ગયો અને તેની સારવાર કરાવી. એ પછી તો પોપટ તેની સાથે જ રહેવા લાગ્યો. પોપટ અર્જુન સાથે વાતો પણ કરતો હતો અને બન્ને વચ્ચે ઘેરી દોસ્તી થઈ ગઈ હતી. જોકે અચાનક પોપટ જતો રહ્યો હોવાથી હવે અર્જુનને સૂનું લાગે છે. તેણે કન્નોજમાં પોસ્ટર્સ છપાવીને મૂક્યાં છે જેમાં લખ્યું છે કે આ પોપટ શોધી આપનારને ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.