✕

પત્ની રિસાઈને પિયર જતી રહી, તેને મનાવવા પતિ ટાવરની ટોચે ચડી ગયો

05 October, 2026 03:22 PM IST  |  Hapur | Gujarati Mid-day Correspondent

પોલીસે પણ ખૂબ મનામણાં કર્યાં ત્યારે તેણે કહ્યું કે....

યુવક એક પાતળી પતરાની પ્લેટ પર જઈને ઊભો હતો

ઉત્તર પ્રદેશના હાપુડમાં લોદીપુર શોભન નામના ગામમાં શનિવારે ફૈઝ નામનો યુવાન મોબાઇલના એક ઊંચા ટાવરની ટોચે જઈને ઊભો રહી ગયો હતો. યુવક એક પાતળી પતરાની પ્લેટ પર જઈને ઊભો હતો. આ પ્લેટ જમીનથી લગભગ ૮૦ ફુટ ઊંચે હતી. જરાક પણ ભૂલ થાય તો યુવાન પટકાઈ શકે એમ હતો. ગામલોકોએ તેને ઉતારવાની ખૂબ કોશિશ કરી, પણ તે ટસનો મસ થવા નહોતો માગતો. પોલીસે પણ ખૂબ મનામણાં કર્યાં ત્યારે તેણે કહ્યું કે તેની પત્ની પિયર જતી રહી છે અને ખૂબ મનાવવા છતાં પાછી નથી આવતી. તેને હતું કે આવું કરવાથી કદાચ પોલીસ પત્નીના પિયર અમરોહાના ગામમાં કૉન્ટૅક્ટ કરીને તેને પાછી લાવવામાં મદદ કરશે. લગભગ અઢી કલાકની મશક્કત પછી ફાયર-બ્રિગેડની મદદથી તેને નીચે ઉતારવામાં સફળતા મળી હતી.

uttar pradesh viral videos offbeat news national news news