10 May, 2025 03:16 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ આશિક
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના હરખ ગામમાં મોહમ્મદ આશિક અને તેમનાં પત્ની હસમતુલ નિશાને એક વર્ષ પહેલાં અચાનક જ સરકારી પેન્શન મળતું બંધ થઈ ગયું. મોહમ્મદભાઈએ પેન્શન કેમ બંધ થઈ ગયું એની તપાસ કરાવી તો શરૂઆતમાં તો કોઈ જવાબ ન મળ્યો, પરંતુ લેખિત ફરિયાદો કરી ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે તેમના ડેટા મુજબ મોહમ્મદ આશિક અને હસમતુલ નિશાનું મૃત્યુ થઈ ચૂક્યું છે એટલે મૃત્યુ બાદ પેન્શન ન મળી શકે. જીવતા હોવા છતાં કોણે અને કેવી રીતે તેમના પેન્શન અકાઉન્ટમાં તેમને મૃત જાહેર કરી નાખ્યા એ મળી જ નથી રહ્યું. નવાઈની વાત એ છે કે રૅશન કાર્ડમાં તેમનું નામ હજી બોલે છે.
મહિનાઓ પછી પણ અધિકારીઓ તેમને જીવતા સ્વીકારવા તૈયાર ન થતાં હવે મોહમ્મદ આશિક પોસ્ટરમાં ‘સાહેબ, મૈં અભી ઝિન્દા હૂં’ એમ લખી ગળે વળગાડીને ધરણાં પર બેઠા છે.