દીકરાનું અચાનક મૃત્યુ થયું, તેનું શબ જોઈને મા પણ હાર્ટ-અટૅકથી ઢળી પડી

10 November, 2025 03:14 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના બુઢાવલી ગામમાં સૅલોં ચલાવતા હરિપ્રકાશ યા​જ્ઞિકને ગુરુવારે બપોરે દુકાનમાં કામ કરતી વખતે જ અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યો. તરત જ તેમને પબ્લિક હેલ્થ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા.

દીકરાનું અચાનક મૃત્યુ થયું, તેનું શબ જોઈને મા પણ હાર્ટ-અટૅકથી ઢળી પડી

ઉત્તર પ્રદેશના બુઢાવલી ગામમાં સૅલોં ચલાવતા હરિપ્રકાશ યા​જ્ઞિકને ગુરુવારે બપોરે દુકાનમાં કામ કરતી વખતે જ અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યો. તરત જ તેમને પબ્લિક હેલ્થ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા. તેમની હાલત ગંભીર હોવાથી તરત ઝાંસીની મોટી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જોકે શુક્રવારે સવારે સારવાર દરમ્યાન જ તેમનું મૃત્યુ થયું. હરિપ્રકાશનો પાર્થિવ દેહ જ્યારે શુક્રવારે બપોરે ઘરે લાવવામાં આવ્યો ત્યારે એ જોઈને તેમનાં મા કિશોરીદેવી બેભાન થઈને ઢળી પડ્યાં. લોકો કંઈ સમજે અને સારવાર માટે લઈ જાય એ પહેલાં તો તેમનો પણ જીવ નીકળી ગયો. આખરે મા અને દીકરાની અર્થી એકસાથે ઊઠી હતી.

uttar pradesh offbeat news national news news india