પ્રેમી સાથે હોટેલમાં રંગેહાથ પકડાયેલી પત્ની પોલીસને જોઈને બારીમાંથી કૂદીને ભાગી ગઈ

18 June, 2025 10:55 AM IST  |  Baghpat | Gujarati Mid-day Correspondent

બાગપત પાસેના બડૌત ગામમાં એક પરિણીત મહિલા હોટેલની ૧૨ ફુટ ઊંચી છત પરથી છલાંગ મારીને ફરાર થઈ ગઈ હતી

બાગપત પાસેના બડૌત ગામમાં બની ઘટના

બાગપત પાસેના બડૌત ગામમાં એક પરિણીત મહિલા હોટેલની ૧૨ ફુટ ઊંચી છત પરથી છલાંગ મારીને ફરાર થઈ ગઈ હતી. વાત એમ હતી કે બહેન એ હોટેલમાં તેના પ્રેમી સાથે આવી હતી. તેને પતિ સાથે બનતું નહોતું અને પતિ સાથે કાનૂની વિવાદ ઑલરેડી ચાલી રહ્યો હતો. ગઈ કાલે જ્યારે તેના પતિને ખબર પડી કે તેની પત્ની બડૌદ ગામની એક હોટેલમાં પ્રેમી સાથે રોકાઈ છે ત્યારે પત્નીને રંગેહાથ પકડવા માટે તેણે પોલીસ સાથે ત્યાં છાપો માર્યો હતો. જ્યારે મહિલાએ પતિને પોલીસ સાથે ત્યાં જોયો ત્યારે પકડાઈ જવાના ડરથી તેણે હોટેલની બારીમાંથી ૧૨ ફુટ ઊંચેથી નીચે ભૂસકો મારી દીધો હતો. જોકે એ પછી પણ તે બચી નહોતી શકી. હોટેલની બહાર તેનાં સાસરિયાંની એક વ્યક્તિ ઑલરેડી ત્યાં ઊભી હતી તેણે કૂદતી મહિલાનો વિડિયો બનાવી દીધો હતો. સોશ્યલ મીડિયામાં એ વિડિયો વાઇરલ થઈ ગયો છે. 

uttar pradesh viral videos offbeat news national news news