03 January, 2026 03:03 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશના બેનીપુર ગામમાં શુક્રવારે સવારે ૨૫ દિવસનું નવજાત બાળક પથારીમાં રજાઈની અંદર ગૂંગળાઈને મૃત હાલતમાં મળી આવ્યું હતું. મા સુધા દેવી અને રાહુલનું આ પહેલું સંતાન હતું. બે વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં અને પહેલા ખોળાનો દીકરો આવ્યો એનાથી ઘરમાં ખુશીનો માહોલ હતો. ગુરુવારે રાતે સુધાએ બાળકને દૂધ પીવડાવ્યા પછી સુવડાવ્યું. ઠંડી ખૂબ જ હોવાથી તેણે બાળકને પોતાના પડખે સુવડાવ્યું અને રજાઈ ઓઢીને સૂઈ ગઈ. રજાઈ બાળકના મોં પર ઢંકાઈ જતાં અંદર જ બાળક ગૂંગળાઈ ગયું. સવારે ઊઠીને બાળકના શરીરમાં કોઈ હલચલ ન જણાતાં તરત જ બાળકને હૉસ્પિટલમાં લઈ જવાયું, પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું.