અનોખા કામધેનુ શિલ્પમાં ગાયની અંદર ભગવાનની કોતરેલી મૂર્તિઓ સમાયેલી છે

20 June, 2026 02:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ કલા તાંજાવુર કલાશૈલીથી પ્રેરિત છે

સોશ્યલ મીડિયા પર એક કામધેનુનું શિલ્પ ફેમસ થઈ ગયું છે.

ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો અપાયો છે. એવી માન્યતા છે કે ગાયના શરીરમાં ૩૩ કરોડ પ્રકારના દેવતાઓનો વાસ હોય છે. એ જ પૌરાણિક વિશ્વાસ અને શ્રદ્ધાને આ કલાકૃતિમાં સૂક્ષ્મ મૂર્તિઓના માધ્યમથી સાકાર કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર એક કામધેનુનું શિલ્પ ફેમસ થઈ ગયું છે. એમાં પિત્તળ અથવા તો ધાતુની ફ્રેમથી ગાય બનાવવામાં આવી છે. આ ફ્રેમના ચોકઠામાં અન્ય ધાતુઓથી બનેલી દેવી-દેવતાઓની હાથથી કોતરેલી મૂર્તિઓ ગોઠવવામાં આવી છે. બહુ નજીકથી જોવામાં આવે તો જ એ ખબર પડે છે. આ કલા તાંજાવુર કલાશૈલીથી પ્રેરિત છે. જોકે કોણે બનાવી છે એનો ક્યાંય ઉલ્લેખ જોવા નથી મળતો. 

viral videos viral post offbeat news national news news