21 March, 2026 02:56 PM IST | Bulandshahr | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઉત્તર પ્રદેશના બુલંદશહરના હાઇવે પરનો એક વિડિયો વાઇરલ થયો છે. એમાં એક યુવતી સ્કૂટી પર સ્ટન્ટ કરતી જોવા મળે છે. પાછળથી ટ્રક આવી રહી છે ત્યારે આ યુવતી હૅન્ડલ પરથી બે હાથ છોડીને ચલાવવાનાં કરતબ દેખાડી રહી છે. બહેનને હતું કે આ વિડિયો વાઇરલ થશે તો તેમનાં કરતબોનાં વખાણ થશે. એમ થયું પણ ખરું. જોકે આ વિડિયો બુલંદશહર પોલીસના હાથમાં પણ આવી ગયો અને તેને ૨૩,૦૦૦ રૂપિયાનું ચલાન પકડાવી દીધું હતું.