04 September, 2025 01:39 PM IST | Assam | Gujarati Mid-day Correspondent
યુવરાજ રાભા નામે ઓળખાતો આ છોકરો રોજ ઘોડા પર બેસીને સ્કૂલમાં આવે છે.
આસામના બોરબાકરા ગામમાં ૮ વર્ષનો છોકરો સ્કૂલમાં જતી વખતે ઘોડા પર સવાર થઈને જાય છે. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. યુવરાજ રાભા નામે ઓળખાતો આ છોકરો રોજ ઘોડા પર બેસીને સ્કૂલમાં આવે છે. આ ઉંમરે સામાન્ય રીતે બાળકો સાઇકલ પર કે સ્કૂલ-બસમાં કે રિક્ષામાં જતાં હોય, પણ યુવરાજ સ્કૂલમાં આવવા-જવા માટે ઘોડાનો ઉપયોગ કરે છે. તેના ઘરેથી સ્કૂલમાં પહોંચવાનો રસ્તો ઘાટીઓવાળો હોવાથી તે ઘોડો વાપરે છે. આસામ-મેઘાલયની બૉર્ડર પર આવેલી આ સ્કૂલમાં પહોંચવા માટે બાળકોને ખૂબ મુશ્કેલી પડે છે એને કારણે બાળકો કાં તો મોડાં આવે છે કાં પછી આવતાં જ નથી. યુવરાજને ભણવું બહુ ગમે છે અને ઘોડાના સાથને કારણે તે નિયમિત સમયસર સ્કૂલમાં પહોંચે છે.