18 July, 2026 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ અનોખી કૂલિંગ સિસ્ટમ પહેરીને આ દોસ્તો બાઇક પર ઘૂમવા નીકળ્યા હોય એવો વિડિયો વાઇરલ થયો છે
ગરમીમાં ટૂ-વ્હીલર પર સફર કરવાની હોય ત્યારે માથે હેલ્મેટ પહેરવાથી વધુ બફારો થતો હોય છે. કેટલાક બાઇકર્સ ગરમ પવનથી બચવા માટે ભીનો રૂમાલ મોં પર કે માથા પર બાંધી દેતા હોય છે, એ પછી પણ બંધ હેલ્મેટને કારણે ગરમી તો થાય જ છે. જોકે સોશ્યલ મીડિયા પર બે મિત્રોએ આ સમસ્યાનો પણ તોડ કાઢી લીધો છે. માથું કૂલ રાખવા માટે આ દોસ્તોએ ડાયપરનો ઉપયોગ કર્યો છે.
તેમણે પહેલાં બાળકોનું ડાયપર પાણીમાં પલાળ્યું અને પછી એને ફ્રિજમાં મૂકીને ઠંડું કરી લીધું. એ ઠંડું ડાયપર માથા પર હેલ્મેટની જગ્યાએ પહેરી લીધું. બાઇક ચલાવતી વખતે હાથ પર પણ તાપ પડે છે એટલે હથેળીમાં પણ ગ્લવ્સની જગ્યાએ ડાયપર પહેરી લીધું છે. આ અનોખી કૂલિંગ સિસ્ટમ પહેરીને આ દોસ્તો બાઇક પર ઘૂમવા નીકળ્યા હોય એવો વિડિયો વાઇરલ થયો છે.