અર્થમૂવર પર સવાર થઈને દુલ્હન સાસરે પહોંચી

28 March, 2025 11:03 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયામાં એક નવપરિણીત દંપતી JCB એટલે કે અર્થમૂવરમાં બેસીને ઠાઠથી એન્ટર થતું જોવા મળે છે.

સોશ્યલ મીડિયામાં એક નવપરિણીત દંપતી JCB એટલે કે અર્થમૂવરમાં બેસીને ઠાઠથી એન્ટર થતું જોવા મળે

લગ્ન કરીને દુલ્હનને સાસરે વિદાય કરવા માટે મસ્ત ફૂલોથી સજાવેલી કાર, પાલખી કે ઈવન રથ હોય એ સામાન્ય નઝારો છે. જોકે સોશ્યલ મીડિયામાં એક નવપરિણીત દંપતી JCB એટલે કે અર્થમૂવરમાં બેસીને ઠાઠથી એન્ટર થતું જોવા મળે છે. અર્થમૂવરનો આગળનો દાંતાવાળો ભાગ કે જે માટી ભરવા કે ખોદવા માટે વપરાય છે એને રંગબેરંગી કપડાં અને ફૂલોથી સજાવીને મંડપ જેવો બનાવવામાં આવ્યો છે.

social media viral videos national news news offbeat news