26 June, 2026 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ રેઇનકોટમાં એક નાનું હુંડ પણ છે
વરસાદની ઋતુમાં પોતાના વહાલા પોપટને ભીંજાવાથી બચાવવા માટે એક માલિકે ખાસ નાનકડો રેઇનકોટ તૈયાર કર્યો છે. રેઇનકોટ પહેરેલા પોપટનો આ ક્યુટ અંદાજ સોશ્યલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. ટ્રાન્સપરન્ટ રેઇનકોટ પહેરેલો પોપટ તો ક્યુટ લાગે જ છે, પણ એનો નાનકડો રેઇનકોટ વધારે ક્યુટ લાગે છે. આ રેઇનકોટમાં એક નાનું હુંડ પણ છે. પેટલવર્સને ગમી જાય અને તેમના પાળેલાં પેટ્સ માટે આવા રેઇનકોટની ડિમાન્ડ વધી જાય તો નવાઈ નહીં.