✕

બાઇક પર ઊભા રહીને સ્ટન્ટ કરવાનું ભારે પડ્યું

30 September, 2026 02:23 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

વિડિયો પરથી મધ્ય પ્રદેશની પોલીસ આ યુવાનને શોધી રહી છે જેથી નિયમોના ભંગ બદલ તેને દંડ કરી શકાય

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

મધ્ય પ્રદેશના રીવામાં સીધી ટનલ પાસે એક બાઇક પર સ્ટન્ટ કરતા યુવકને ઇન્સ્ટાગ્રામ માટે સ્ટન્ટ કરવાનું ભારે પડી ગયું. ફુલ સ્પીડમાં દોડતી બાઇક પર ઊભા રહીને હાથ ફેલાવીને આ બાઇકર જઈ રહ્યો હતો. જ્યાં સુધી તે ઊભો હતો ત્યાં સુધી વાંધો ન આવ્યો પણ જેવો તે બેસવા ગયો અને બાઇકનું હૅન્ડલ પકડવાની કોશિશ કરી તો તેનું સંતુલન ખોરવાયું અને બાઇક પરથી પડી ગયો. તેના પડ્યા પછી પણ બાઇક ક્યાંય સુધી દોડતી રહી હતી. આ ઘટનાનો વિડિયો લેતા યુવાનો અને અન્ય વાહનચાલકોએ બાઇકરને ઊભા કરવાની કોશિશ કરી હતી, પરંતુ યુવક ખાસ્સો ઘાયલ થયો હતો. વિડિયો પરથી મધ્ય પ્રદેશની પોલીસ આ યુવાનને શોધી રહી છે જેથી નિયમોના ભંગ બદલ તેને દંડ કરી શકાય.  

madhya pradesh viral videos social media offbeat news national news news