મૈયા... બાહર નિકલ, સબ્ઝી ખતમ નહીં હુઈ?

01 September, 2025 09:37 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લંકાપતિ રાવણ શાકભાજી વેચવા આવે અને કહે કે...

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક શાકભાજીવાળો ફેરિયો માઇક અને સ્પીકર લઈને ગામમાં શાક વેચવા આવ્યો છે. આ ભાઈ રામલીલાના કલાકાર છે અને રાવણનું પાત્ર ભજવે છે. શાક વેચતી વખતે પણ તેના શરીરમાં જાણે રાવણનો આત્મા પ્રવેશી ગયો હોય એમ તે અટ્ટહાસ્ય કરતો જાય છે અને ગામની બહેનોને શાક લેવા આવવા માટે નિમંત્રણ આપે છે. અલબત્ત, હા...હા...હા... ગુંજતા હાસ્ય સાથે જ્યારે તે રાવણની સ્ટાઇલમાં બહેનોને બોલાવે છે એ જબરું મનોરંજક છે. તે અટ્ટહાસ્ય કરતાં બોલે છે, ‘મૈયા... બાહર નિકલ. સબ્ઝી ખતમ નહીં હુઈ ક્યા? સબ્ઝી લે જા...’

આ વિડિયો ખૂબ વાઇરલ થયો છે. જોકે ઘણાએ રીઍક્શન આપ્યું છે કે જે વિડિયોમાં મનોરંજક લાગે છે એવા ગુંજતા અવાજમાં ખરેખર શાકવાળો આવે તો લોકો બહાર નીકળવાને બદલે ડરમાં ઘૂસી જાય.

viral videos social media offbeat news national news news