14 February, 2026 08:36 PM IST | Britain | Gujarati Mid-day Correspondent
૫૦૦ રૂપિયામાં ખરીદેલાં ઝૂમખાં તો નીકળ્યાં લાખ રૂપિયાનાં ડિઝાઇનર પીસ
જૂના સામાનની શોખીન ૩૨ વર્ષની સવાના નિકોલસન નામની એક મહિલાએ ચૅરિટી શૉપમાંથી ૩.૭૫ પાઉન્ડ એટલે કે લગભગ ૫૦૦ રૂપિયાથી ઓછામાં ઝૂમખાં ખરીદ્યાં હતાં. જોકે ઘરે ગયા પછી તેને ખબર પડી હતી કે એ ઝૂમખાં તો બ્રિટનની એક મશહૂર બ્રૅન્ડનાં છે અને એની કિંમત સેંકડો પાઉન્ડમાં છે. ચૅરિટી શૉપમાંથી ખરીદેલાં ઇઅરરિંગ્સના પૅકેજિંગની પાછળ YSL કંપનીનો લોગો હતો. આ કંપનીનાં ઝૂમખાં લક્ઝરી રીસેલ વેબસાઇટ્સ પર ૬૫૦થી ૭૩૧ પાઉન્ડમાં વેચાય છે. મતલબ કે ભારતીય કરન્સી મુજબ ૯૦,૦૦૦થી એક લાખ રૂપિયા સુધીની એની કિંમત થાય.