21 April, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શૈલેન્દ્ર, મમતા
અલીબાગમાં સાસુ-જમાઈ ભાગી ગયાં એ કિસ્સાની વાતો હજી શમી નથી ત્યાં વળી બદાયૂંમાં એક નવી લવ-સ્ટોરી ચર્ચામાં આવી છે. અહીં એક મહિલાને પોતાની દીકરીના સસરા સાથે પ્રેમ થઈ ગયો અને તે પોતાનાં ચાર સંતાનોને છોડીને વેવાઈ સાથે ભાગી ગઈ.
ચાર સંતાનોની મમ્મી મમતાને તેના દીકરીના સસરા શૈલેન્દ્ર સાથે પ્રેમ થઈ ગયો અને તે સસરા સાથે ભાગી ગઈ. હવે મમતાના ટ્રક-ડ્રાઇવર પતિ સુનીલે પોલીસમાં ફરિયાદ કરીને પત્ની અને વેવાઈની સામે કાર્યવાહી કરવાની ગુહાર લગાવી છે. સુનીલનું કહેવું છે કે તે ટ્રક ચલાવવાનું કામ કરતો હોવાથી મહિને કે બે મહિને જ ઘરે પાછો આવી શકે છે. એ વાતનો ફાયદો ઉઠાવીને દીકરીના સસરા શૈલેન્દ્ર અવારનવાર મમતાના ઘરે આવી જાય છે. પાડોશીઓનું કહેવું છે કે શૈલેન્દ્ર મોડી રાતે મમતાાના ઘરે આવતો અને વહેલી સવારે નીકળી જતો તેમણે જોયો છે.
મમતા ૪૩ વર્ષની છે અને શૈલેન્દ્ર ૪૬ વર્ષનો છે. શૈલેન્દ્રનો દીકરો પણ કહે છે કે ‘પપ્પા ભાગ્યે જ ઘરે હોય છે. ઘરે હોય ત્યારે સાસુમાનો ફોન આવતાં જ તેઓ તેમને ત્યાં જતા રહે છે.’
આ ઘટના વિશે ૧૭ એપ્રિલે કેસ નોંધાયો છે. સુનીલકુમારનું કહેવું છે કે મમતાએ આ પહેલાં પણ ત્રણ વાર વેવાઈ સાથે ભાગવાની કોશિશ કરી હતી. આ વખતે તેને ભાગવામાં સફળતા મળી અને તે પૈસા અને દાગીના પણ લઈને જતી રહી છે.