19 June, 2025 01:50 PM IST | Amaravati | Gujarati Mid-day Correspondent
પતિએ લીધેલું કરજ ચૂકવી ન શક્યો એટલે પત્નીને વૃક્ષ સાથે બાંધીને નિર્દયતાથી પિટાઈ કરી
આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં એક શાહુકારનું કરજ ચૂકવી ન શકવા બદલ મહિલાને વૃક્ષ સાથે બાંધીને નિર્દયતાથી માર માર્યો અને ગાળો ભાંડવામાં આવી. સોમવારે બપોરે ૧ વાગ્યે બનેલી આ ઘટના નારાયણપુરમ ગામમાં બની હતી. શ્રીશા નામની મહિલાના પતિ થિમ્મારાયપ્પાએ ત્રણ વર્ષ પહેલાં ૮૦,૦૦૦ રૂપિયા શાહુકાર પાસેથી લીધા હતા. કરજ ચૂકવી ન શકતાં આખો પરિવાર ગામ છોડીને જતો રહેલો. જોકે દીકરાની પરીક્ષાનું રિઝલ્ટ લેવા માટે શ્રીશા ગામમાં આવી હતી ત્યારે શાહુકારે તેને જોઈ લેતાં પકડીને ઢોરમાર માર્યો હતો.